શ્રી નાગેશ્વર મહાદેવ.. June 5, 2009
Posted by sunilgoswami in : Uncategorized , add a commentશ્રી નાગેશ્વર મહાદેવ…
શ્રી નાગેશ્વર મહાદેવ, ગામઃ કુંભારિયા, તા.અંજાર (કચ્છ-ગુજરાત[ભારત્]) May 15, 2009
Posted by sunilgoswami in : Uncategorized , add a comment૫રમ પૂજ્ય શ્રી લખીગિરિજી દાદા ગુરુવર શ્રી સામતગિરિજી દાદા
ગુજરાત રાજયના કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના કુંભારિયા ગામમાં શ્રી નાગેશ્વર મહાદેવના બેસણા છે. કુંભારિયા ગામની સ્થા૫ના શ્રી નાગેશ્વર મહાદેવના આધસ્થા૫ક દાદા શ્રી સામતગિરિએ કરી હતી. ૫રિભ્રમણ દરમિયાન આ ગામની જગ્યાનું સ્થળ પસંદ આવતા તળાવની નજીક કુંભ રાખી પોતાનૉ ધુણૉ પ્રગટાવ્યૉ અને ત્યારથી આ જગ્યા કુંભારિયા ગામ તરીકે પ્રસિદ્ધ થઇ. ગુરુવર શ્રી સામતગિરિજી દાદાએ વિજયાદશમીના ૫વિત્ર દિવસે શ્રી નાગેશ્વર મહાદેવના મંદિરના પ્રાંગણમાં જીવતા સમાધી લીધી હતી. આ ગામની શરૂઆત શ્રેષ્ઠ રહી હતી, ગામની મુખ્ય વસ્તી મિસ્ત્રિ જેમાં લુહાર-સુતાર, ગુંસાઇ હતી.
શ્રી સામતગિરિજી દાદાના શિષ્ય લખીગિરિજી દાદાએ ગુરુ શિષ્ય પરંપરા આગળ વધારી હતી.

